Posts

કાશ્મીર નો સંપૂર્ણ ઇતિહાસ નગેન્દ્ર વિજય ના શબ્દોમાં

Image
એક વખત બન્યું એવું કે ભારત પર હકૂમત ચલાવતા અંગ્રેજોએ ૧૯૩૧માં જમ્મુ-કાશ્મીરના ડોગરા મહારાજા હરિસિંહ પાસે તેમનો ગિલગિટ પ્રદેશ લીઝ પર લેવાનો પ્રસ્તાવ મૂક્યો. હરિસિંહનું સામ્રાજ્ય ગિલગિટ, બાલ્ટિસ્તાન, કાશ્મીર, જમ્મુ, મુઝફ્ફરાબાદ-મીરપુર, અક્સાઇ ચીન તથા સકશામ ખીણપ્રદેશને આવરી લેતું હતું. સૌથી મોટું દેશી રાજ્ય તે હતું. શ્રીમાન ઇન્દર મોહિન્દર રાજરાજેશ્વર મહારાજાધિરાજ શ્રી હરિસિંહ એવા ધરખમ નામે ઓળખાતા મહારાજાને (નીચેનું ચિત્ર) સરહદી ગિલગિટમાં અંગ્રેજોની હાજરી ખપતી ન હતી. લીઝનો સોદો કરવાની તેમણે ના પાડી દીધી. ગિલગિટ સરહદી પ્રાંત હોવાને લીધે જ ભારતના બ્રિટિશ શાસકો તેને પોતાના વહીવટ નીચે લાવવા માગતા હતા. વિસ્તારવાદી રશિયાના સરમુખત્યાર જોસેફ સ્તાલિનનું લાલ સૈન્ય ગમે ત્યારે ભારત પર આક્રમણ લાવે એવો ફડકો અંગ્રેજોના મનમાં હતો, માટે તેઓ ગિલગિટમાં પોતાની લશ્કરી ચોકીઓ તેમજ સંદેશવ્યવહારનાં મથકો સ્થાપવા માગતા હતા. મહારાજા હરિસિંહને તેમણે ભાડાપટ્ટા બદલ મોટી રકમની ઓફર કરી, છતાં હરિસિંહે રસ ન દાખવ્યો. સૌ જાણે છે તેમ પંજાબના મહારાજા રણજિતસિંહે જમ્મુ-કાશ્મીરનો સમગ્ર પ્રદેશ ૧૮૧૯માં જીતી તેને પોતાના સામ્રાજ્યમાં ભ

Microfiction and Humour

Image
# ૧ ઘર માં મારું ચાલે છે ' આવું કહેનારા પુરુષો બીજા જુઠાણાં પણ નહી ચલાવતાં હોય એની શી ખાતરી # ૨ કુદરતી મૃત્યુ એટલે જેમાં ડોક્ટર ની મદદ ના લેવાઈ હોય . # ૩ સામયિક ના તંત્રી એ પાછા મોકલેલ હાઈકુ સાથેની નોંધ , ખુબ જ સરસ સિવાય કે એનું લંબાણ ન્યાયદેવી ની આંખે બાંધેલી પટ્ટી ખોલવાનું નક્કી થયું . વકીલ અને જજે હોશિયારી થી બે હોઠ વચ્ચે ફેવિકવિક નું ટીપુ મૂકી દીધું . ડેમ ના ઉપયોગો વિશેની લેખન સ્પર્ધાના વિજેતા નું લખાણ , ' ચુંટણી જીતવા ઉપયોગી ' તમે તમારી પત્ની ની ટીકા કરો ત્યારે યાદ  રાખજો કે તેની આજ ખામીઓના લીધે તેને સારો વર મળ્યો નથી .

અદનો માણસ Suresh goletar

      " દીકરા , હજી કંઇક લેવાનું બાકી રહી ગયું હોય તો મને કહેજે , રાજકોટ પણ એક વાર જઈ આવશું "        અમદાવાદ થી બહાર નીકળીને સોલા પહોંચ્યા ત્યાં સુધીમાંતો સાંજ પડી ગઈ . સૂર્યનારાયણ પોતાના બધા આવરણો સંકેલીને અંધારાને ઉમળકા થી આમંત્રણ આપી રહ્યા હતા .       અતુલભાઈ આમતો મૂળ માણાવદર ના પણ ભાવનગરની બેંક માં વર્ષો થી નોકરી કરે . ધીમે ધીમે બઢતી પામીને manager સુધીની પોસ્ટ માં પહોચી ગયેલા .       હવેતો નિવૃત્તિ આડે થોડાક જ વરહ બાકી રહેલા . પોતાની એકનીએક લાડકી ભક્તિ ના થોડાક જ દિવસોમાં લગ્ન લેવાના હતા . અમદાવાદથી ઘરેણાં અને બીજો ઘણો બધો પરણેતર નો સામાન ની ખરીદીમાં સાંજ પડી ગયેલી .         તહેવાર નજીક હોવાથી ખાલી રસ્તાઓમાં વેગનઆર પૂરપાટ ઝડપે દોડતી હતી . અંદર બેઠા બન્ને મુસાફીર હજુ શું લેવાનું બાકી રહ્યું છે એની ચર્ચાઓ થતી હતી .           અચાનક ગાડી ધીમી પડી ને ઝટકો મારીને ઊભી રહી ગઈ . અતુલભાઈ એ બારણું ખોલ્યું અને આગળનું બોનેટ ઉઘાડ્યું . કેટલીયે વાર બધા વાયરોની સલી કર્યા બાદ લાગ્યું કે આ ડખો હવે સોલ્વ ખુદથી થશે નહી . કોઈ mechanic ને જ બોલાવવો પડશે .               અહીંથી નજીક માં નજીક નુ

રિવાજ - અજાણ્યું પાસું

પ્રકરણ ૩        વર્ષાઋતુ ના વધામણાં કરવા આતુર હોય એમ મોરલાઓ પોતાનો મીઠો મધુર આલાપ કરી રહ્યા હતા . વાદળાઓ સૂર્યના તાપને ઢાંકીને હિલ સ્ટેશન જેવું માદક વાતાવરણ ઉભુ કર્યું હતું .વરસાદ ના લીધે ભીના થયેલા રસ્તાઓમાં ગારો ઉડાડતી એક એમ્બેસેડર પૂરપાટ વેગે લીસોટા કરી રહી હતી .              લટાર મારતો હતો ત્યારે મારું ધ્યાન ગયું કે main gate ની જગ્યા એ આખું ગોળ ચક્કર મારી ને કાર પાછળ ના દરવાજે ઊભી રહી . રસ્તાઓ નાં ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી મારા પર ગારા માં છાંટા ઉડ્યા હોત પણ હું સમયસૂચકતા વાપરીને થોડો પાછો ગયો .                થોડી reverse લઈને ગાડીએ U ટર્ન લીધો અને પાછળ ની બાજુ નું ડાબી તરફનું બારણું ઊઘડ્યું .હજી તો પગ મૂકતાં જ મને ખબર પડી ગઈ કે કોઈ ગર્ભશ્રીમંત સ્ત્રી પોતાના ભૂતકાળ ના પાપ ધોવા માટે થોડા રૃપિયા નું દાન કરશે .            હું હજી કંઈ પણ બોલું  એ પહેલાં તો મારા ચહેરાના પ્રશ્નાર્થ ચિન્હ જેવા હાવભાવ એ જાણી ગઈ હોય એમ તેણીએ કહ્યું ,.           "  તમે અહી નવા આવ્યા લાગો છો , ઓફિસ માં ચાલો મારે ચેરિટી કરવી છે "       શબ્દો અને અવાજ ની તીવ્રતામાં જ એનો છલોછલ રૂઆબ નીતરી રહ્યો હતો .આ

Short quotes

ભાંગ્યો છું ઘણી વાર હું      બાંધતા થોડું આવડે છે , ભલે ઉડ્યા હોય લીરા ચારેકોર    હ્રદયને સાંધતા થોડું આવડે છે .

Daily bite

સમાજ નો ડર છે શા માટે  , ખોટો તો નથીને તું કે તારો ઈરાદો  હવે સાચો રસ્તો પકડ્યો જ છે તો  એકલો ડગ માંડવા નો આરંભ કર

Antim - Gujarati Love story By Suresh Goletar

Antim ( Last wish ) આ કહાની છે બે એવા વ્યક્તિઓની જે એકબીજાને ઘણું સમજે છે પણ કદાચ વિધિ ની વક્રતા સામે માથું નમાવી લેવું પડે છે .તો થઈ જાઓ તૈયાર એક અનોખી વિચારોની સફર માં ફરવા માટે .              હું એને મળ્યો ત્યારે એ મને સહેજ પણ પસંદ નહોતી .હું એને વારંવાર અવગણતો અને એ પણ મને કદાચ નફરત કરતી .ધીમે ધીમે એના માટે મારા મનમાં પ્રેમનો અંકુર ફૂટવા લાગ્યો અને ક્યારે એ વટવૃક્ષ બની ગયો એની એકેય ને ખબર ના પડી.એની વગર થોડીક સેકન્ડ પણ સદીઓ જેવી લાંબી લાગવા માંડી .                    એને જે ગમતું એ બધું જ મને ગમવા લાગ્યું હતું .એના બધા શોખ પૂરા કરવાની મને ઘેલછા લાગી હતી .એની દરેક વાત સાંભળવી ગમતી .ક્યારેય કોઈ કવિને વાંચ્યો નોતો પણ એની માટે લખવા રોજ નવી નવી પંક્તિઓ મારા મન માં  સૂઝતી હતી .           તેની સાથે જ આખો દિવસ ફરતા કરું એવી ઈચ્છાઓ થયા કરતી . એનો ચહેરો હંમેશા જોયા જ કરું એવી મન થતું .આખો દિવસ એના જ વિચારો માં વીતતું હતું .            અચાનક મારા ફોન ની રીંગ વાગી .rington માં પણ એનું જ ગમતું ગીત રાખેલું . વિચારોની તંદ્રા તોડવી ગમતી તો નોહતી પણ કદાચ એનો જ ફોન હોય એવી આશા એ રીસિવ કરી લેવો હતો .