રિવાજ - અજાણ્યું પાસું

પ્રકરણ ૩


       વર્ષાઋતુ ના વધામણાં કરવા આતુર હોય એમ મોરલાઓ પોતાનો મીઠો મધુર આલાપ કરી રહ્યા હતા . વાદળાઓ સૂર્યના તાપને ઢાંકીને હિલ સ્ટેશન જેવું માદક વાતાવરણ ઉભુ કર્યું હતું .વરસાદ ના લીધે ભીના થયેલા રસ્તાઓમાં ગારો ઉડાડતી એક એમ્બેસેડર પૂરપાટ વેગે લીસોટા કરી રહી હતી .

             લટાર મારતો હતો ત્યારે મારું ધ્યાન ગયું કે main gate ની જગ્યા એ આખું ગોળ ચક્કર મારી ને કાર પાછળ ના દરવાજે ઊભી રહી . રસ્તાઓ નાં ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી મારા પર ગારા માં છાંટા ઉડ્યા હોત પણ હું સમયસૂચકતા વાપરીને થોડો પાછો ગયો .

               થોડી reverse લઈને ગાડીએ U ટર્ન લીધો અને પાછળ ની બાજુ નું ડાબી તરફનું બારણું ઊઘડ્યું .હજી તો પગ મૂકતાં જ મને ખબર પડી ગઈ કે કોઈ ગર્ભશ્રીમંત સ્ત્રી પોતાના ભૂતકાળ ના પાપ ધોવા માટે થોડા રૃપિયા નું દાન કરશે .

           હું હજી કંઈ પણ બોલું  એ પહેલાં તો મારા ચહેરાના પ્રશ્નાર્થ ચિન્હ જેવા હાવભાવ એ જાણી ગઈ હોય એમ તેણીએ કહ્યું ,. 
   
     "  તમે અહી નવા આવ્યા લાગો છો , ઓફિસ માં ચાલો મારે ચેરિટી કરવી છે " 

     શબ્દો અને અવાજ ની તીવ્રતામાં જ એનો છલોછલ રૂઆબ નીતરી રહ્યો હતો .આ સૂચન હતું કે આદેશ એમાં મને હવે કોઈ જ ભેદ રહ્યો નોતો . 
   
        ચહેરા માં પડેલી કરચલી ને ઢાંકવા માટે મેકઅપ ની ભરપૂર ઉપયોગ કરવામાં આવેલો .
દરેક ઘરેણું સોંદર્ય ની જગ્યાએ સંપતિને દર્શાવવા 
માટેનું કામ કરતું હોય એવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું હતું .

       હું હજી કંઈપણ બોલું એ પેલા તો સન્નારી સડસડાટ ઓફિસ ની તરફ જલદી જ જઈને મારી પહેલાં તો ખુરશી ગ્રહણ કરી લીધી .

      " હાજી , મેડમ હું તમારી શું મદદ કરી શકું "
     મેં નમ્રતાથી ગળું ખંખેરીને કહ્યું .

 " મારે ટ્રસ્ટ માં ચેરિટી કરવાની છે એટલે તમને ઓફિસ માં બોલાવ્યા "
    ચહેરા પર થોડી વ્યગ્રતા વર્તાતી હતી .

 મેં તરત જ કબાટ માંથી નોંધણી પત્રક કાઢ્યું .
" આ ફોર્મ માં માહિતી આપ ભરી આપો એટલે 
અમારા રેકોર્ડ માં રહે "

મારા સવાલનો કોઈ જવાબ આપવાને બદલે તેમણે
મને કહ્યું ,
" તમે નવા છો એટલે બાકી હું આશ્રમ માં વારંવાર આવું છું એટલે ફોર્મ ની કોઈ જરૂર નથી "

મેં ફોર્મ ને પાછું ફાઈલ માં મૂકી દીધું .

" બધા વૃદ્ધો ના હાલચાલ કેવા છે ? બધાય સ્વસ્થ તો છેને ? "
આ સવાલ માં મને કઈક છૂપાયું હોવાની લાગણી થઇ .

" હા બધા જ કુશળ છે બસ એકાદ બે ને મૂકીને "
મારા માટે એ જાણવું જરૂરી હતું કે આ સ્ત્રી કોના સગા છે અને તેને મળવાનું કેમ ટાળી રહ્યા હતા .

ઉત્તર મારા ધાર્યા કરતાં સાવ જ વિપરીત મળ્યો .
" ઓહ , thats ઓકે "

મેં વધુ ઊંડું ના ઉતરતા મારો આગળ ની 
ક્રિયાવિધી રૂપે સવાલ પૂછ્યો ,

" મેડમ તમારે કેટલા રૂપિયાનું ડોનેશન આપવાનું છે  ? "

કંઈ પણ જવાબ આપવાને બદલે તેમણે ડ્રાઇવર સામે જોયું અને તરત જ ડ્રાઇવર ગાડી માંથી checkbook માંથી ચેક ફાડીને madam ને આપ્યો .

 ' તમારા જેવા દરિયાદિલ દાતાઓના લીધે જ આશ્રમ નું સંચાલન અને પોષણ યોગ્ય રીતે થાય છે .આ વૃદ્ધો ના બાળકોને એમ ની કદર જ નથી હોતી . પોતાને ઉછેરનારાઓને સાવ આ રીતે  
 રઝળતાં છોડી દે છે '
મેં બસ અમસ્તાં જ આ વાત કહી દીધી પણ 
પ્રતિભાવ ખુબ જ નકારાત્મક આવ્યો .

         ચેક માં signature કરતી વખતે  બોલાયેલા વાક્યથી ભવા ઊંચા થયા પણ કશું બોલ્યા નહી .

       અંદરનો અપરાધભાવ છૂપાવવા માટે ચહેરાને ગંભીર આવરણો ચડાવેલા હતાં.

    હાથ માં ચેક લેતી વખતે મેં જોયું તો સહી અને  રકમ સિવાય કોઈ બીજી માહિતી અધૂરી હતી .
રકમ પણ અધધ ૪ લાખ ની હતી .

   હું હજી કંઈ બોલું એ પેલાં જ મારા હાથ માં  એના ડ્રાઈવરે ૧૦૦૦ ની બે પાંચ નોટ સરકાવી દીધી .

     મને કંઈ સમજાયું નહીં એટલે મેં એમને કહ્યું કે તમે નામ અને સરનામું આપો એટલે હું તમને પાવતી reciept ફાડી આપુ .

          " હું વિધિ રમાકાંત જૈન , મિલાપ પટેલ મારા પપ્પા છે "

આમાંથી એકેય નામ મારા માટે અજાણ્યું નહોતું .
રમાકાંત જૈન નો મોટો દીકરો કૃણાલ મારી જ સાથે કોલેજ માં હતો .


Comments

Popular posts from this blog

Rivaaj

કાશ્મીર નો સંપૂર્ણ ઇતિહાસ નગેન્દ્ર વિજય ના શબ્દોમાં

Short quotes