અદનો માણસ Suresh goletar

 
    " દીકરા , હજી કંઇક લેવાનું બાકી રહી ગયું હોય તો મને કહેજે ,
રાજકોટ પણ એક વાર જઈ આવશું " 

      અમદાવાદ થી બહાર નીકળીને સોલા પહોંચ્યા ત્યાં સુધીમાંતો સાંજ પડી ગઈ . સૂર્યનારાયણ પોતાના બધા આવરણો સંકેલીને અંધારાને ઉમળકા થી આમંત્રણ આપી રહ્યા હતા .

      અતુલભાઈ આમતો મૂળ માણાવદર ના પણ ભાવનગરની બેંક માં વર્ષો થી નોકરી કરે . ધીમે ધીમે બઢતી પામીને manager સુધીની પોસ્ટ માં પહોચી ગયેલા .

      હવેતો નિવૃત્તિ આડે થોડાક જ વરહ બાકી રહેલા . પોતાની એકનીએક લાડકી ભક્તિ ના થોડાક જ દિવસોમાં લગ્ન લેવાના હતા . અમદાવાદથી ઘરેણાં અને બીજો ઘણો બધો પરણેતર નો સામાન ની ખરીદીમાં સાંજ પડી ગયેલી .

        તહેવાર નજીક હોવાથી ખાલી રસ્તાઓમાં વેગનઆર પૂરપાટ ઝડપે દોડતી હતી . અંદર બેઠા બન્ને મુસાફીર હજુ શું લેવાનું બાકી રહ્યું છે એની ચર્ચાઓ થતી હતી . 

         અચાનક ગાડી ધીમી પડી ને ઝટકો મારીને ઊભી રહી ગઈ . અતુલભાઈ એ બારણું ખોલ્યું અને આગળનું બોનેટ ઉઘાડ્યું . કેટલીયે વાર બધા વાયરોની સલી કર્યા બાદ લાગ્યું કે આ ડખો હવે સોલ્વ ખુદથી થશે નહી . કોઈ mechanic ને જ બોલાવવો પડશે . 

             અહીંથી નજીક માં નજીક નું ગામ પણ ૧૦ km થી ઓછા અંતરે આવેલું નહોતું . બાવળા તો વટી ગયા હતા અને જલદી પહોંચવા માટે ધંધુકા ને બદલે ધોલેરા વાલો શોર્ટકટ લીધો હતો .આ રસ્તો ધીમે ધીમે સાવ અંધારપટ માં ફેરવાઈ જવાનો હતો .

          વીસેક લાખ જેટલો પરણેતર નો સામાન અને દીકરી સિવાય કોઈ બીજું સાથે હતું નહી .  સાવ નિસહાય પરિસ્થિતી માં કોઈ મદદ કરવા માટે આવે અને લૂંટી જાય એવું પણ થઇ શકે તેમ હતું . ભાલ માં નજીકમાં કોઈ ખેતરો પણ નોતાં .
 
      ઘણી વાર હાથ ઊંચા કર્યા પણ કોઈ વાહન ચાલક ઊભો રહેતો નોતો અને બીજી બાજુ રસ્તો સાવ અંધારપટ માં ગરક થઇ ગયો હતો .

         છેલ્લે એક આઇસર વાળો ઊભો રહ્યો અને એમાંથી એક મૂછોવાલો વિકરાળ લાગતો પડછાયો નીચે ઉતર્યો . હત્તોકટ્ટો અને મજબૂત બાંધાનો લાગતો હતો પણ અહી તો અતુલ ભાઈને પરસેવો છૂટવા લાગ્યો .

        નજીક આવ્યા પછી જોયું તો આ ચહેરો તો અજાણ્યો નોતો . ભાવનગર ની બાજુના જ ગામ ભંડારિયા નો રઘો રબારી હતો .

       અતુલભાઈ ને જૂની વાત યાદ આવી અને  ભયનું લખલખું પસાર થઈ ગયું . થોડા દિવસો પહેલાં બનેલો સંવાદ કાનમાં અથડાયો.
    
      " સાબ , આ કાગળિયા તો બરોબર છે તો તમે મારી લોન કેમ આપતાં નથ મને "
              કાકલૂદી ના સ્વરમાં રઘલો વિનંતિ કરી રહ્યો હતો .
  
        " જો બકા , એમનેમ તને આપી દઉં તો મારા ઘર માં હું ખાઉં હું ?!!  "
       દાંતખોતરવા ની સળી થી કાન માં નાખતા બોલ્યા .

          " પણ સાબ , હું ગરીબ માણસ છું થોડી દયા રાખીને માબાપ "
   એ ગળગળો થઈ ગયેલો .

         " સિક્યોરિટી ગાર્ડ , આને કોઈક મારી કેબિનમાં થી બહાર કાઢો .આવને આવા રોજ ભટકાય છે "

           પછી તો રોજ રઘૂડા ના આંટાફેરા ચાલુ હતા પણ એકેય કર્મચારી એણે ગણકારતો નહી .
એક ટેબલ થી બીજા ટેબલ માં ધક્કા ખવડાવતા અને ઘણો તિરસ્કાર કરતા .એનો અભણ હોવાનો પૂરતો લાભ ઉપાડીને આખો પૈસાથી વેતરી નાખેલો.
   
        " સાબ શું ડખો થયો છે , મને જોઈ લેવા દયો "
      રઘા નો હાકોટો સાંભળીને અતુલભાઈ 
 વર્તમાન માં પાછા ફર્યા .

      અઢી કિલોના એના હાથ સામે અતુલભાઈ ઘડીક પણ બાખડી શકે તેમ નોતાં .
આવા વગડામાં જો એણે લૂંટી લે તો કંઈપણ થઇ શકે તેમ ન હતું. 
છતાં મોઢા ઉપર બનાવટી સ્મિત ધારણ કરી બોલ્યાં ,
  
  " કદાચ  કાર્બોરેટર માં કચરો ભરાઈ જવાથી ચાલુ નહી થતું હોય પણ અહી રિપેર કરવા કોણ મળે  અમને " 
  

 રઘલાએ ઘણી મથામણ કરી જોઈ પણ વેગનઆર ચાલું જ નો થઇ . પછી પરસેવે રેબઝેબ થઈ એણે પૂછ્યું ,
    " અત્યારે તો રાત પડી ગઈ છે એટલે કોઈ mechanic મળશે નહી પણ કાલે હું આમ સરખી કરીને લેતો આવીશ , 
અત્યારે તમે મારા આઈસર માં બેસી જાઓ "
     
   અતુલભાઈ પાસે હવે તો કોઈ વિકલ્પ વધ્યો નોતો એટલે કચવાતા મને એ અને ભક્તિ ખટારા માં બેસી ગયા .

      ભાવનગર પહોંચીને રઘૂડાએ સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા  . બન્ને ને સામાન ઉતારવા માં ઘણી મદદ પણ કરી .અતુલભાઈ ગદગદ થઇ ગયા .

  રઘલો નિસ્પૃહ ની જેમ મેલા પાઘડીમાં થી ૨૦૦૦ ની નોટ કાઢીને બોલ્યો 
    " બુન માં લગન માં તો મારાથી નહિ આવી શકાય એટલે અત્યારે આટલા જ છે "
   
    અતુલભાઈ કંઈપણ બોલે એ પેલા કંઈપણ માં બન્યું હોય એમ ખુદની મોજ માં એ હાલતો થઇ ગયો .

   અતુલભાઈ ના મનમાં એક જ શબ્દ ગુંજ્યો ,

 ' અદનો માણસ '

  જો તમને આ વાર્તા ગમી હોય તો તમારો કીમતી રિવ્યુ આપવાનું ભૂલતા નહીં .

હા આવી જ  મારી નવી વાર્તાઓ તમને સૌથી પેલા મળી જાય એટલે મને ફોલો કરવાનું ચૂકશો નહિ .

જય હિન્દ 


"  greatest glory not in never falling ,
But rising every time we fall " 


Live long
Keep smiling as always

   
    

     

       

       

Comments

Post a Comment

Popular posts from this blog

Rivaaj

કાશ્મીર નો સંપૂર્ણ ઇતિહાસ નગેન્દ્ર વિજય ના શબ્દોમાં

Short quotes