Antim ( Last wish ) આ કહાની છે બે એવા વ્યક્તિઓની જે એકબીજાને ઘણું સમજે છે પણ કદાચ વિધિ ની વક્રતા સામે માથું નમાવી લેવું પડે છે .તો થઈ જાઓ તૈયાર એક અનોખી વિચારોની સફર માં ફરવા માટે . હું એને મળ્યો ત્યારે એ મને સહેજ પણ પસંદ નહોતી .હું એને વારંવાર અવગણતો અને એ પણ મને કદાચ નફરત કરતી .ધીમે ધીમે એના માટે મારા મનમાં પ્રેમનો અંકુર ફૂટવા લાગ્યો અને ક્યારે એ વટવૃક્ષ બની ગયો એની એકેય ને ખબર ના પડી.એની વગર થોડીક સેકન્ડ પણ સદીઓ જેવી લાંબી લાગવા માંડી . એને જે ગમતું એ બધું જ મને ગમવા લાગ્યું હતું .એના બધા શોખ પૂરા કરવાની મને ઘેલછા લાગી હતી .એની દરેક વાત સાંભળવી ગમતી .ક્યારેય કોઈ કવિને વાંચ્યો નોતો પણ એની માટે લખવા રોજ નવી નવી પંક્તિઓ મારા મન માં સૂઝતી હતી . તેની સાથે જ આખો દિવસ ફરતા કરું એવી ઈચ્છાઓ થયા કરતી . એનો ચહેરો હંમેશા જોયા જ કરું એવી મન થતું .આખો દિવસ એના જ વ...
" દીકરા , હજી કંઇક લેવાનું બાકી રહી ગયું હોય તો મને કહેજે , રાજકોટ પણ એક વાર જઈ આવશું " અમદાવાદ થી બહાર નીકળીને સોલા પહોંચ્યા ત્યાં સુધીમાંતો સાંજ પડી ગઈ . સૂર્યનારાયણ પોતાના બધા આવરણો સંકેલીને અંધારાને ઉમળકા થી આમંત્રણ આપી રહ્યા હતા . અતુલભાઈ આમતો મૂળ માણાવદર ના પણ ભાવનગરની બેંક માં વર્ષો થી નોકરી કરે . ધીમે ધીમે બઢતી પામીને manager સુધીની પોસ્ટ માં પહોચી ગયેલા . હવેતો નિવૃત્તિ આડે થોડાક જ વરહ બાકી રહેલા . પોતાની એકનીએક લાડકી ભક્તિ ના થોડાક જ દિવસોમાં લગ્ન લેવાના હતા . અમદાવાદથી ઘરેણાં અને બીજો ઘણો બધો પરણેતર નો સામાન ની ખરીદીમાં સાંજ પડી ગયેલી . તહેવાર નજીક હોવાથી ખાલી રસ્તાઓમાં વેગનઆર પૂરપાટ ઝડપે દોડતી હતી . અંદર બેઠા બન્ને મુસાફીર હજુ શું લેવાનું બાકી રહ્યું છે એની ચર્ચાઓ થતી હતી . અચાનક ગાડી ધીમી પડી ને ઝટકો મારીને ઊભી રહી ગઈ . અતુલભાઈ એ બારણું ખોલ્યું અને આગળનું બોનેટ ઉઘાડ્યું . કેટલીયે વાર બધા વાયરોની સલી કર્યા બાદ લાગ્યું ક...
એક વખત બન્યું એવું કે ભારત પર હકૂમત ચલાવતા અંગ્રેજોએ ૧૯૩૧માં જમ્મુ-કાશ્મીરના ડોગરા મહારાજા હરિસિંહ પાસે તેમનો ગિલગિટ પ્રદેશ લીઝ પર લેવાનો પ્રસ્તાવ મૂક્યો. હરિસિંહનું સામ્રાજ્ય ગિલગિટ, બાલ્ટિસ્તાન, કાશ્મીર, જમ્મુ, મુઝફ્ફરાબાદ-મીરપુર, અક્સાઇ ચીન તથા સકશામ ખીણપ્રદેશને આવરી લેતું હતું. સૌથી મોટું દેશી રાજ્ય તે હતું. શ્રીમાન ઇન્દર મોહિન્દર રાજરાજેશ્વર મહારાજાધિરાજ શ્રી હરિસિંહ એવા ધરખમ નામે ઓળખાતા મહારાજાને (નીચેનું ચિત્ર) સરહદી ગિલગિટમાં અંગ્રેજોની હાજરી ખપતી ન હતી. લીઝનો સોદો કરવાની તેમણે ના પાડી દીધી. ગિલગિટ સરહદી પ્રાંત હોવાને લીધે જ ભારતના બ્રિટિશ શાસકો તેને પોતાના વહીવટ નીચે લાવવા માગતા હતા. વિસ્તારવાદી રશિયાના સરમુખત્યાર જોસેફ સ્તાલિનનું લાલ સૈન્ય ગમે ત્યારે ભારત પર આક્રમણ લાવે એવો ફડકો અંગ્રેજોના મનમાં હતો, માટે તેઓ ગિલગિટમાં પોતાની લશ્કરી ચોકીઓ તેમજ સંદેશવ્યવહારનાં મથકો સ્થાપવા માગતા હતા. મહારાજા હરિસિંહને તેમણે ભાડાપટ્ટા બદલ મોટી રકમની ઓફર કરી, છતાં હરિસિંહે રસ ન દાખવ્યો. સૌ જાણે છે તેમ પંજાબના મહારાજા રણજિતસિંહે જમ્મુ-કાશ્મીરનો સમગ્ર પ્રદેશ ૧૮૧૯માં જીતી તેને પોતાના સામ્રાજ્યમાં ભ...
Comments
Post a Comment